પોરબંદર

પોરબંદર નજીક ઓડદર ગામે સોરઠીયા રબારી સમાજના ઇષ્ટદેવી મંમાઇ માતાજીનો પૂંજ ઉત્સવ યોજાનાર છે. આવતીકાલે તા.7 ઓકટોબર ને સોમવારના દિવસે સવારે પૂંજ ઉત્સવ ની વેદોકત વિધીથી શરૂઆત થશે. માતાજી ના આ પાવન અવસર પર દર્શન કરવા રાજ્યભર ના હજારો રબારી સમાજ ના લોકો ઓડદર આવી પહોંચશે. આ પુંજ ઉત્સવ માં આવતા રબારી (માલધારી)સમાજ ના લોકો ના વાહનો ને રાણાવાવ નજીક વનાણા ટોલ નાકે ટોલ ટેક્સ ન ભરવો પડે તે પ્રકાર ની વ્યવસ્થા કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા એ કરી છે. આવતીકાલે સોમવારે પુંજ ઉત્સવ માં આવનાર તથા મંગળવારે ઉત્સવ ઉજવી ને પરત જતા રબારી સમાજ ના વાહનો નો વનાણા ટોલ નાકે કોઈ પણ પ્રકાર નો ટેક્સ ન આપવો પડે તેવી વ્યવસ્થા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ કરી છે.ધારાસભ્ય દ્વારા કરાયેલી આ ખાસ વ્યવસ્થા કારણે માલધારી સમાજ માં પણ ખુશી નું મોજું ફરી વળ્યું છે. અને ધારાસભ્ય ના આ ઉમદા કાર્ય ને આવકાર્યું છે.