પોરબંદર
પોરબંદર થી ૪૦ નોટીકલ માઈલ દુર દરિયા માં એક સિંગાપોર ના શીપ માં આગ લાગતા કોસ્ટગાર્ડ દ્વારા આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આગ કાબુ માં આવી જતા શીપ ને મુન્દ્રા ખાતે લઇ જવાયું છે
કરાચી થી ન્હાવા શેવા ખાતે જઈ રહેલ લ સિંગાપોર ની એમ વી એપીએલ લે હાર્વે નામની એક શીપ માં ગઈ કાલે વહેલી સવારે ચાર જેટલા કન્ટેનર માં આગ લાગતા કોસ્ટગાર્ડ ની મદદ માંગવામાં આવી હતી આથી કોસ્ટગાર્ડ ના સંગ્રામ શીપ દ્વારા આગ બુઝાવવા ની કામગીરી હાથ ધરી હતી આ શીપ માં કુલ૨૬ જેટલા ક્રુમેમ્બર હોવાનું જાણવા મળે છે જેમાં થી ૧૩ મ્યાનમાર ના ,૮ સિંગાપોર ,૨ મલેશિયન ,૨ ચાઇનીઝ હોવાનું જાણવા મળે છે જો કે આગ માં તમામ ખલાસીઓ સલામત હોવાનું અને આગ પણ કાબુ માં આવી ગઈ હોવાનું જાણવા મળે છે અને આ આગ ના કારણે શીપ ના થોડા ભાગ માં નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી શીપ ને મુન્દ્રા બંદર ખાતે લઇ જવાયું છે જ્યાં બંદર વિભાગ અને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.