આ સમાચાર સૌ પ્રથમ વખત પોરબંદર ના નં 1 ન્યુઝ પોર્ટલ પોરબંદર ટાઈમ્સ પર તમે વાંચી રહ્યા છો….

પોરબંદર
પોરબંદર જીલ્લા માં વિવિધ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ૧૩ જેટલા પી એસ આઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે .વહીવટી સરળતા ખાતર આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે
પોરબંદર જીલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જીલ્લા માં વિવિધ પોલીસ મથક માં ફરજ બજાવતા ૧૩ જેટલા પી એસ આઈ ની આંતરિક બદલી કરી છે જેમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના બી એસ ઝાલા ને રાણાવાવ,જયારે રાણાવાવ પોલીસ સ્ટેશન ના કે એસ ગરચર ને કુતિયાણા,ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ના મહિલા પી એસ આઈ યુ બી અખેડ ને બગવદર ,માધવપુર પી એસ આઈ રમજાનભાઈ સીદી ને માધવપુર માં જ સ્વતંત્ર હવાલો ,કમલાબાગ પોલીસ સ્ટેશન ડી સ્ટાફ પી એસ આઈ એન એમ ગઢવી ને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ,રેલ્વે સ્ટેશન ચોકી ના આર એલ મકવાણા ને હાર્બર મરીન પોલીસ સ્ટેશન,બગવદર પોલીસ સ્ટેશન ના જી બી ગોહિલ ને મિયાણી મરીન પોલીસ સ્ટેશન,કિર્તીમંદિર ડી સ્ટાફ ના આર એમ ખુંટી ને નવી બંદર પોલીસ સ્ટેશન,નવી બંદર પોલીસ સ્ટેશન ના આર બી ગઢવી ને કિર્તીમંદિર ડી સ્ટાફ,એમ ઓ બી શાખા ના પી એસ આઈ વી પી કનારા ને કમલાબાગ ડી સ્ટાફ,લીવ રીઝર્વ માં રહેલા મહિલા પી એસ આઈ જે ડી દેસાઈ ને રેલ્વે સ્ટેશન પોલીસ ચોકી,મિયાણી મરીન પોલીસ સ્ટેશન ના એમ એલ પરમાર ને એલ આઈ બી શાખા ,બગવદર ના પ્રોબેશનલ પી એસ આઈ જે જે રાઠોડ ને ઉધોગનગર, ઉદ્યોગનગર ના પ્રોબેશનલ પી એસ આઈ વી આર ચોસલા ને રાણાવાવ પોલીસ મથક,તથા માધવપુર ના પ્રોબેશનલ પી એસ આઈ એ એ મકવાણા ને કુતિયાણા ખાતે ફરજ પર મુકવામાં આવ્યા છે