પોરબંદર
“વાયુ” વાવાઝોડા સંદર્ભે સમગ્ર પોરબંદર જિલ્લામાં વિજ વ્યવસ્થા જાળવવા પી.જી.વી.સી.એલ દ્રારા સઘન પગલા લેવામાં આવ્યા છે. વાવાઝોડા સંદર્ભે વીજ વ્યવસ્થા ખોરવાઇ તો ૯૩ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જે તાત્કાલિક ધોરણે સમારકામ કરવા સક્ષમ છે. તેમ સુપ્રી.એન્જીનીયર ડી.બી.કોડીયાતરે જણાવ્યુ હતું. વાવાઝોડામાં વીજ પોલ પડી જાય તેને નુકશાન થાય તો રીપ્લેસ કરવા તમામ સબ ડિવીઝનમાં વીજ પોલ, વીજ વાયર, ફ્યુઝ, ટ્રાન્સફોર્મરનો પુરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. કોસ્ટલ એરીયા માધવપુર-પોરબંદર સહિતના વધુ પ્રભાવિત થનાર વિસ્તારમાં વિશેષ સ્ટોક રાખવામાં આવ્યો છે.

ભારે પવનમાં વિજ વ્યવસ્થા ખોરવાઇ તો સત્વરે સમારકામ કરવા સાથે તકેદારીના ભાગરૂપે બંધ કરવા સહિત પગલા લેવાશે. હોસ્પિટલ સહિત આવશ્યક સેવા વાળા વિસ્તારમાં વિશેષ સાવચેતી રખાશે તેમ કોડીયાતરે વધુમાં જણાવ્યુ હતું. ઉપરાંત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે જેનાં નંબર ૯૯૭૮૯૩૬૧૨૨ છે. ૧૨ અને ૧૩ જૂન નાં રોજ “વાયુ” વાવાઝોડા ની આશંકા હોય તેનાં તકેદારી નાં ભાગ રૂપે વીજ લાઇન ની બાજુમા કે તેમની નીચે ઉભા નાં રેહવું તેમજ વીજ લાઇનમા કોઈ પ્રકારની જાનહાની થાય તો તાત્કાલિક ફોલ્ટ ઓફીસ એ ૯૬૮૭૬૩૩૫૦૪, ૯૬૮૭૬૩૩૫૦૨, ૦૨૮૬-૨૨૭૫૪૨૩ જાણ કરવી તેમજ વીજ પુરવઠો બંધ થાય તો કોઈ પણ પ્રકારની ઉતાવળ નાં કરવી ,ધીરજ રાખવી. પીજીવીસીએલ ની ટીમ તમારી સાથે છે. તેથી સર્વે ગ્રાહકો ને ખાસ નોંધ લેવા તથા સહકાર આપવા કોડીયાતરે અનુરોધ કર્યો છે.