સદગત પી એસ આઈ નો ફાઈલ ફોટો
પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવેલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ

પોરબંદર
પોરબંદર કમલાબાગ પોલીસ મથક માં પી એસ આઈ તરીકે ફરજ બજાવતા અરજણભાઈ જી પાડા નું આજે વહેલી સવારે એક અકસ્માત માં મોત થતા સમગ્ર પોલીસબેડા માં શોક ની લાગણી પ્રવર્તી ગઈ છે
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર આજ થી પોરબંદર જીલ્લા માં ઓપરેશન સાગર સુરક્ષા કવચ શરુ થયું છે જે અનુસંધાને કમલાબાગ પોલીસ મથક ના પી એસ આઈ અરજણભાઈ જી. પાડા (ઉવ ૫૨) પોરબંદર ની જેટી ખાતે આવેલ જીએમબી ના ગેઇટ પાસે પોતાની ફરજ બજાવતા હતા ત્યારે સવાર ના સમયે એક સુરક્ષા એજન્સી નો કર્મચારી પોતાની કાર લઇ અને જેટી તરફ જતો હતો ત્યારે દરવાજા પાસે રાખેલ બેરીકેટ સાથે તેની કાર અથડાતા બેરીકેટ ઉછળ્યું હતું અને તેનો કેટલોક ભાગ અરજણભાઈ ના માથા માં ખુપી ગયો હતો અને તેમને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી આથી તેઓને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પીટલે પહોંચે તે પહેલા રસ્તા માં જ તેમનું મોત નીપજ્યું હતું બનાવ ના પગલે સમગ્ર જીલ્લા ના પોલીસબેડા માં શોક ની લાગણી જોવા મળે છે બનાવ ની જાણ થતા જીલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિંહ ગોહિલ ,ડીવાય એસપી જે સી કોઠીયા સહીત ના ઉચ્ચ અધિકારીઓ પણ સરકારી હોસ્પીટલે દોડી ગયા છે મૃતક રાજુલા ના વતની હોવાનું જાણવા મળે છે

ઘટના સ્થળ ની તસ્વીર