પોરબંદર
વિજ્યાદશમી નિમિતે પોરબંદર પોલીસ દ્વારા શસ્ત્રપૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તો રાણાવાવ શહેર માં પણ આર એસ એસ દ્વારા દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું.ઉપરાંત એટેક માજી સૈનિક સંગઠન દ્વારા પણ શસ્ત્રપૂજન નું આયોજન કરાયું હતું

દશેરાના તહેવાર નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ, તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એ.પટેલ તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ હેડ કવાટર્સ પોરબંદર ખાતે શસ્ત્ર પુજન નુ આયોજન કરવામા આવેલ હતું. જેમા ક્રિચ(તલવાર), પિસ્તલ, લાઇટ મશીનગન, ગેસગન સહિત આધુનિક તથા અતિઆધુનિક હથિયારોનુ પુજન કરી, “માં” જગદંબાની આરાધના કરવામાં આવી હતી. તો રાણાવાવ ના આશાપુરા ચોક ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા માં આરએસ એસ ના કાર્યકર્તા અને આગેવાનો જોડાયા હતા.તો પોરબંદર ના એટેક માજી સૈનિક સંગઠન દ્વારા પણ વિજ્યાદશમી નિમિતે ખીજડી પ્લોટ નજીક આવેલ તેમની કચેરી પાસે શસ્ત્રપૂજન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર જીલ્લા ના માજી સૈનિકો એ પોતાના શસ્ત્રો ની પૂજા કરી હતી. શસ્ત્રપૂજન ના આ કાર્યક્રમ માં જીલ્લા ભર ના માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા