પોરબંદર
તાલુકા પંચાયતો ની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો ની પેટા ચૂંટણી માં પોરબંદર તાલુકા પંચાયત ની એક બેઠક અને કુતિયાણા તાલુકા પંચાયત ની ૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં આજે મત ગણતરી યોજાતા પોરબંદર તાલુકા પંચાયતની 1 બેઠક પર ભાજપની જીત થઈ છે. તો કુતિયાણાની 8 બેઠકોમાંથી 6 બેઠક પર ભાજપે અને 2 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે.
પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણી ગત તારીખ 21મીના રોજ યોજાઇ હતી. જેમાં 9 બેઠકો પર 52.9 ટકા મતદાન થયું હતું. જેમાં પોરબંદર તાલુકા પંચાયતની રાતિયા બેઠક પર કોંગ્રેસના કેશુભાઈ કરશનભાઇ ઓડેદરાને 649 મત મળ્યાં હતા. જ્યારે ભાજપના રણમલભાઇ દેવશીભાઈ રાતિયાને 2193 મત મળતાં 1544 લીડથી વિજેતા બન્યા હતા.
કુતિયાણા તાલુકાની બેઠકોના વિજેતાના નામ
• ચૌટા બેઠક પર ભાજપના દેવાભાઈ દુદાભાઈ હરણને 753 મત મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના હાજાભાઇ ભુરાભાઈ ખાંભલાને 972 મળતાં તેઓ 219 મતે વિજેતા
• કડેગી બેઠક પર કોંગ્રેસના શાંતીબેન ભીખાભાઈ કડેગીયા ને 676 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ભરમીબેન માલદેભાઈ કડેગીયાને 960 મત મળતા 284 મતે વિજેતા
• મહોબતપરા બેઠક પર કોંગ્રેસના દુદાભાઈ વિરમભાઈ ઓડેદરાને ૧૦૧૫ મત મળ્યા હતા જ્યારે ભાજપના દિલીપભાઈ દેવશીભાઇ ઓડેદરાને 1466 મત મળતાં તેઓ 451 મતે વિજેતા
• સિંધપુરમાં કોંગ્રેસના લક્ષ્મણભાઈ રાજશીભાઈ ઓડેદરાને 243 મત મળ્યા હતા જ્યારે ભાજપના અજયભાઈ ભીખાભાઈ ઓડેદરાને 1223 મળતા તેઓ 980 મતે વિજેતા
• કોટડા બેઠક પર કોંગ્રેસના દેવીબેન ગાંગા ભાઇ ઓડેદરાને 1040 મળ્યા હતા જ્યારે ભાજપના શાંતીબેન રામદેવ ભાઈ દાસાને 1382 મત મળ્યા હતા જેથી ૩૪૨ મતે તેઓ વિજેતા
• રોઘડા બેઠક પર ભાજપ ના સુખાભાઈ ગોવિંદભાઈ જલુ ને ૧૩૧૯ મત કોંગ્રેસ ના ભગુભાઈ ગોવિંદભાઈ વાદા ને ૮૪૦ મત મળતા ભાજપ ના સુખાભાઈ નો ૪૭૯ મતે વિજય થયો હતો
• ખાગેશ્રી ગામે કોંગ્રેસના જેઠીબેન મોરી ને 247 મળ્યા હતા અને ભાજપના કડવીબેન ભોજાભાઇ સિંધલને 963 મત મળતાં 716 મતે વિજેતા થયા હતા
કુતિયાણા તાલુકા પંચાયત પર કુલ ૧૬ માંથી ૧૧ બેઠક ભાજપ પાસે હોવાથી ભાજપ નું શાશન યથાવત રહ્યું છે