પોરબંદર
પોરબંદર માં એસટી ડેપો ખાતે નવનિર્મિત વર્કશોપ નું લોકાર્પણ પોરબંદર જીલ્લા ના પ્રભારી મંત્રી ના હસ્તે કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૮૮૯ ચો.મી. જમીનમાં એસ.ટી.ના સમારકામ તેમજ જાળવણી માટે તમામ સુવિધા સાથેના રૂા.૧૯૨.૩૬ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ એસ.ટી.વર્કશોપનું મત્સ્યોદ્યોગ પ્રવાસન અને જિલ્લા પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાએ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું. હતું.વર્કશોપનાં લોકાર્પણમાં સહભાગી પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, વર્તમાન સરકાર સમય સાથે પરીવર્તન સ્વીકારી લોકાભીમુખ અભિગમ પ્રત્યે પ્રતિબધ્ધ છે. આથી જ હાલ સમગ્ર રાજ્યમાં મુસાફરોને સુવિધા યુક્ત એસ.ટી.આપવા સાથે ૧૦ હજાર જેટલી બસોનુ સંચાલન કરવામાં આવે છે. તેમણે ૧૯૮૦ પહેલા પોરબંદરથી અમદાવાદ જવા માત્ર એક સેમી લકઝરી બસ મળતી તેનો ઉલ્લેખ કરી આજે સમગ્ર રાજયમાં વાહન વ્યવહારની સવલતો, આધુનિક સરકારી બિલ્ડીંગો, શિક્ષણ, રોજગાર, માર્ગમકાન ક્ષેત્રે થયેલી પ્રગતિની વિસ્તૃત વિગતો આપી હતી.કાર્યક્રમનાં પ્રારંભે એસ.ટી.ના વિભાગીય નિયામક જી.ઓ.શાહે એસ.ટી.બસ સ્ટેન્ડો અને વર્કશોપના નિર્માણ સાથે એસ.ટી.ની મરામત અને જાળવણીની જાણકારી આપી હતી. આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરી, પોરબંદર નગરપાલીકા પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, છાયા નગરપાલીકા પ્રમુખ ગીતાબેન ગૌસ્વામી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉષાબેન સીડા, પોરબંદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આવડાભાઇ ઓડેદરા, કલેકટર મુકેશ પંડ્યા, પ્રાંત અધિકારી કે.વી.બાટી સહિત એસ.ટી.ના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.