પોરબંદર
પોરબંદર નજીક ના દરિયા માં ભારે પવન અને વરસાદ ના કારણે ત્રણ જેટલા પિલાણા ડૂબી જતા છ જેટલા ખલાસીઓ ના મોત થયા છે અને હજુ બે પિલાણા અને ૧૦ ખલાસીઓ નો કોઈ સંપર્ક થઇ શક્યો નથી જેના પગલે ખારવા સમાજ ના પંચાયત મંદિરે એક બેઠક મળી હતી જેમાંફિશરીઝ, વહીવટીતંત્ર ,પોલીસ વિભાગ સહીત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એવી હકીકત સામે આવી હતી કે માછીમારો ને સરકાર દ્વારા દરિયા માં જતી વખતે અપાતા લાઈફ સેવિંગ સાધનો જેવા કે જેકેટ અને બોયા સવા વરસ થી અપાયા નથી
પોરબંદર નજીક ના દરિયા માં ભારે પવન સાથે વરસાદ ના કારણે ત્રણ જેટલા પિલાણા દરિયા માં ગુમ થઇ ગયા હતા અને કુલ છ જેટલા ખલાસીઓ ના મોત થયા છે અને હજુ બે પિલાણા અને ૧૦ ખલાસીઓ નો કોઈ સંપર્ક નથી ત્યારે પોરબંદર ખારવા સમાજ ના પંચાયત મંદિર ખાતે એક બેઠક મળી હતી જેમાં મૃત્યુ પામેલા ખલાસીઓ ને બે મિનીટ મૌન પાડી અને શ્રધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ ખારવા સમાજ ના આગેવાનો એ તંત્ર ને એવી રજૂઆત કરી હતી કે ભારે પવન અંગે કોઈ આગાહી કે સુચના તંત્ર દ્વારા માછીમારો ને આપવામાં આવી ન હતી સામાન્ય વરસાદ હોય તેમાં નાના પિલાણા નજીક ના દરિયા માં માછીમારી કરતા હોય છે પરંતુ વરસાદ ની સાથે સાથે ભારે પવન ફૂંકાવા ના કારણે આ દુર્ઘટના ઘટી છે.હાલ માં મોટી ફિશિંગ બોટો સીઝન શરુ ન થઇ હોવાથી ફિશિંગ માં જતી નથી આથી સીઝન ની શરુઆત હોવાથી નાના પિલાણા ને સારો એવો માછલીઓ નો કેચ મળે છે આથી નજીક ના દરિયા માં હાલ માં પિલાણા માછીમારી કરતા હોય છે તો બીજી તરફ સરકાર દ્વારા માછીમારો ને સુરક્ષા માટે અપાતા લાઈફ જેકેટ અને બોયા છેલ્લા સવા વરસ થી આપવામાં આવ્યા નથી.અને તંત્ર દ્વારા માછીમારો ને લગતા નિર્ણય લેવા માટે ની બેઠક હોય કે પ્રભારી સાથે બેઠક હોય ત્યારે બોટ એસો. પિલાણા એસો, વગેરે ના બે-બે પ્રતિનિધિ હાજર રાખવા પણ રજૂઆત કરી હતી કારણ કે માછીમારો ને પડતી અગવડતાઓ અંગે સાચી હકીકત માછીમાર જ જણાવી શકે ઉપરાંત બંદર માં લાઈટ ના ટાવરો બંધ છે સ્ટ્રીટ લાઈટો બંધ છે જેના લીધે પણ અકસ્માત થવાની શક્યતા છે આથી તે અંગે તેમજ બંદર ખાતે મેડીકલ સેન્ટર,ફાયર સેફટી,પીવાના પાણી ની સુવિધા સહીત ની પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ છે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી તંત્ર દ્વારા હવે વધુ કોઈ માછીમારો હાલ ના ખરાબ વાતાવરણ માં દરિયો ખેડવા ન જાય તે અંગે સાવધાની રાખવા આગેવાનો ને જણાવ્યું હતું આ બેઠક માં ખારવા સમાજ ના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ,ઉપ પ્રમુખ અશ્વિનભાઈ જુંગી, તથા બોટ એસોસિએશન ના ઉપ પ્રમુખ વિશાલભાઈ મઢવી તથા અન્ય આગેવાનો અને ખારવા સમાજ ના પંચ પટેલો ઉપસ્થિત રહ્યા હતા. તો તંત્ર તરફ થી પ્રાંત અધિકારી કે વી બાટી, ડીવાયએસપી જે સી કોઠીયા ,અને ફિશરીઝ અધિકારી ગોહેલ હાજર રહ્યા હતા