પોરબંદર
રાણાવાવ-કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના ગામડાઓના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય તેના કારણે આ વિસ્તારના ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે મુશીબતનો સામનો કરવો પડતો હતો.જે રસ્તાઓ વર્ષોથી સમતોલ
કરવામાં આવેલા ન હોવાથી રસ્તાઓની હાલત દયનીય બની ગઈ હતી. ત્યારે રાણાવાવ-કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ તેમના મત વિસ્તારના ખરાબ થયેલા રસ્તાઓ બાબતે રાજયના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સમક્ષ રજુઆતો કરતાં માર્ગ અને મકાન રાજય વિભાગ હસ્તકના રાણાવાવ કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના ગામડાઓના ૯ જેટલા ગામોના વિવિધ રસ્તાઓ માટે રૂ.૧૯.૩૮ કરોડ રસ્તાઓના કામોને મંજુરીની મહોર લાગી ગઈ હોય તેની આગળની કાર્યવાહી હાથ ધરવા સબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના આપવામાં આવેલ છે તેમ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પત્રમાં ધારાસભ્યની રજુઆતના સબંધે કાંધલભાઈ જાડેજાને જણાવેલ છે.

રાણાવાવ-કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું છે કે તેમના મત વિસ્તારના ગામડાઓના રસ્તાઓ પ્રત્યે ભોગવવી પડતી મુશ્કેલીઓ નિવારમાં માટે રાજયના નાયબ મુખ્ય મંત્રી ને રજુઆત કરતાં રજુઆત માન્ય રાખીને ખરાબ થયેલા રસ્તાઓના ૯ કામો મંજુર કરવામાં આવેલાં છે જેમાં રાણાવાવ સીટી પોર્શન ૫.૫૦ કિ.મી. રોડ માટે પ કરોડ,ચીંગરીયા-મંડેર ૩.૩૦ કિ.મી. ના રોડ માટે ૬૧ લાખ,છત્રાવા-ભોગસર ૩.૮૦ કિ.મી. ના રોડ માટે રૂ. ૧કરોડ ૧૫ લાખ,વડાળા એપ્રોચ ૧.૫૦ કિ.મી. લંબાઈના રસ્તા માટે રૂ.૫૨ લાખ, ચિકાસા-ગરેજ મહિયારી બાંટવા ૮.૯૫ કિ.મી.લંબાઈના રસ્તા માટે ૪ કરોડ ૭૦ લાખ,કુતિયાણાના ખાગેશ્રી -જામજોધપુર ૬.૩૦ કિ.મી. રોડ માટે રૂ.૮ કરોડ,મોડદર-ક્વલકા-ધરસન ૦.૦૧૨ કિ.મી. માટે રૂ. ૪પ લાખ, ચિકાસા-ગરેજ મહિયારી બાંટવા ૦.૦૧૮ કિ.મી.લંબાઈના રોડ માટે રૂ.૫૫ લાખ તેમજ જમરાના ૦.૦૧૨ કિ.મી.ની લંબાઈના એપ્રોચ રોડ માટે રૂ.૪૦ લાખ મળીને કુલ ૧૯.૩૮ લાખ ના કકામો મંજુર થયેલ છે.અને આ મંજુર થયેલા રસ્તાઓના કામો ની આગળની કાર્યવાહી વહેલી તકે હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચનાઓ આપતાં રાણાવાવ-કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના ગામડાઓના બિસ્માર હાલતના રસ્તાઓના કામો મંજુર કરાવતાં તેમજ આ અગાઉ પણ કૃતિયાણા વિસ્તારના ૧૫ કરોડના ૧૮ જેટલા રસ્તાઓ પણ મંજુર કરાવ્યા બાદ ફરી વખત ૯ રસ્તાઓના કામો મંજુર કરાવતાં આ વિસ્તારના લોકોએ યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો આભાર માન્યો છે.