પોરબંદર
ગઈ કાલે જુનાગઢ સ્વામીનારાયણ મંદિરની ચુંટણીનુંકવરેજ કરી રહેલ પત્રકારો ઉપર પોલીસે જાણે કે ગુનેગાર હોય તેમ લાકડીઓ વરસાવી હતી. લાખોના સામાનની નુકશાની કરી હતી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચુટણીમાં કવરેજ કરી રહેલા ન્યુઝ ચેનલના કેમેરામેન અને પત્રકારોને તેની ફરજ બજાવતા અટકાવી અને તેના ઉપર રક્ષકને બદલે ભક્ષક બની પોલીસે બેફામ લાઠીઓ વિંઝી લાઈવ કીટને તોડી પાડતા પુરા રાજય અને દેશના મીડીયાકર્મીઓમાં ઘેરો આક્રોશ જોવા મળે છે
જુનાગઢમાં મીડીયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યા છે, એસ.પી. કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા છે. ત્યારે પોરબંદરમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકારો દ્વારા પણ આ અંગે જીલ્લા કલેકટર અને એસપી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. પોરબંદરના તમામ ઈલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડીયાના પત્રકારો એ આવેદન માં
જણાવ્યુંહતું કે, રવિવારે જુનાગઢ સ્વામીનારાયણ મંદિરની ચુંટણીનું કવરેજ કરી રહેલ પત્રકારો ઉપર પોલીસે જાણે કે ગુનેગાર હોય તેમ લાકડીઓ વરસાવી હતી. લાખોના સામાનની નુકશાની કરી હતી. રાધારમણ ટેમ્પલ બોર્ડની સુંટણીમાં કવરેજ કરી રહેલા ન્યુઝ ચેનલના કેમેરામેન અને પત્રકારોને તેની ફરજ બજાવતા અટકાવી અને તેના ઉપર રક્ષકને બદલે ભક્ષક બની પોલીસે બેફામ લાઠીઓ વિંઝી લાઈવ કીટને તોડી પાડતા પુરા રાજય અને દેશના મીડીયાકર્મીઓમાં ઘેરો આક્રોશ છવાયો છે. પોલીસની આ નિતિ સામે ગામે ગામ ધરણા અને આવેદનપત્રો આપવામાં આવી રહયા છે. લાઠી ચાર્જ માટે મામલતદારનો આદેશ જરૂરી હોય છે પરંતુ ખુદ એસ.પી. કહે છે કે, આવા કોઈ આદેશ નથી છતાં વિડીયોમાં સ્પષટ દેખાય છે કે જાણે જુનાગઢમાં પોલીસનું જ રાજ હોય અને કાયદાનું નામોનીશાન ન
હોય તેમ કોન્સ્ટેબલોએ એટલી હદે લાઠી વીંઝે છે કે લાઈવ કીટ સુધ્ધા તુટી ગઈ હતી પત્રકારો ઉપરમર્દાનગી બતાવવતા કોન્સ્ટેબલોને ત્વરીત પાઠ ભણાવવાને બદલે એસ.પી.એ માત્ર ઈન્કવાયરીની વાતો કરતા પુરા ગુજરાતમાં
મીડીયાકર્મીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આમ સમાજની ચોથી જાગીર એવા પત્રકારો કે, જે કોઈને શેહ શરમ
રાખ્યા વગર નિષ્પક્ષ કામ કરે છે અને જે જુનાગઢમાં ઘટના બનેલ છે તે માત્ર કવરેજ બારોબાર કરતા હોય અને તેના પર બીનવર્ધીધારી પોલીસ લાઠી વડે તુટી પડેલ હતા અને કેમેરા પણ તોડી નાખેલ અને લાખો રૂપિયાની લાઈવ કીટ પણ તોડી નાખેલ છે. આમ આ રીતે પોલીસ અને પત્રકારો એક સમાન હોય, સાથે રહીને કામ કરતાહોય પરંતુ જુનાગઢ પોલીસ કોના ઈશારે આ હુમલાઓ કર્યો અને કોના આદેશથી આ લાઠીચાર્જ કરેલ છે તેની તટસ્થ તપાસ કરવી જોઈએ અને આ હુમલાખોર ખાખીવર્ધી અને બીન ખાખીવધીં પોલીસ કમીને ર૪ કલાકમાં સસ્પેન્ડ કરી અને તેની સામે ફોજદારી રાહે ગુન્હાઓ દાખલ કરવા તથા તેમાં જે જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ કે જેઓને છાવરે છે તેઓ તમામ સામે પગલા ભરવા જોઈએ અને તેની જાણ પત્રકારોને લેખીતમાં કરવા માંગ કરી છે. જો આ ૨૪ કલાકમાં નિર્ણય નહીં આવે તો ગુજરાતના તમામ પત્રકારો ધરણા પર બેસવાની ફરજ પડશે અને જો તેમાં કોઈ અજુગતુ પરિણામ આવશે તો તેની જવાબદારી સમગ્ર પોલીસ બેડાની રહેશે તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે
જિલ્લા ક્લેકટર અને એસ.પી.ને આવેદન પાઠવવા પોરબંદર જિલ્લાના તમામ ઈલેકટ્રોનિકસ તેમજ પ્રિન્ટ મીડીયાના પત્રકારો વિપુલ ઠકરાર, દિલીપ ધામેચા, જીતુભાઈ ચૌહાણ નિપુલ પોપટ, સચિન મદલાણી, અરવિંદ
વાળા, ચેતન ઠકરાર, અજય શીલુ, પ્રતિશ શીલુ, તેજસ પટેલ, કીશન ચૌહાણ વગેરે દોડી ગયા હતા.
લોહાણા અખબાર જગતે પણ આ હુમલા ને કડક શબ્દો માં વખોડ્યો

જુનાગઢમાં મીડીયા કર્મી ઉપર થયેલા હુમલાને લોહાણા અખબાર જગત (મીડીયા ગ્રુપ) ગુજરાત દ્વારા સખત શબ્દોમાં વખોડીને લોહાણા અખબાર જગત (મીડીયા ગ્રુપ)ના ગુજરાત રાજય પ્રમુખ દિલીપભાઈ ધામેચા, ટ્રસ્ટીઓ બરોડાના દિનેશભાઈ ઠકકર, ડીસાના શંકરભાઈ કતિરા, ગાંધીનગરના જીતેન્દ્રભાઈ સેવજાણી, અમદાવાદથી તરૂણભાઈ દત્તાણી, રાજકોટથી રમેશભાઈ ધામેચા, જામનગરથી મુકેશભાઈ દાસાણી સહિત પોરબંદર જિલ્લા પ્રમુખ વિપુલભાઈ ઠકરાર, પોરબંદર તાલુક પ્રમુખ જિશેશભાઈ પોપટ, હિતેશભાઈ ઠકરાર, મહેશભાઈ લુકકા, જયેશભાઈ સવજાણી, ધર્મેશભાઈ
મદલાણી, ચેતનભાઈ ઠકરાર, અશ્વિનભાઈ ઠકરાર, સચિનભાઈ મદલાણી, નિપુલભાઈ પોપટ, હિતેશભાઈ દાવડા વગેરેએ જણાવ્યું હતું કે, જુનાગઢમાં મીડીયાકર્મી ઉપર પોલીસે કરેલ લાઠીચાર્જની ઘટના દુઃખદાયક છે, પોલીસ અને
પત્રકારો સાથે મળીને કામ કરતા હોય છે, પોલીસ અને મીડીયાકર્મીઓની સારી રીતે એકબીજાને ઓળખતા હોય છે, ત્યારે કવરેજ કરી રહેલ મીડીયાકર્મીના હાથમાં કેમેરો હોય આમ છતાં પણ તેને શુર્ટીંગ કરતો રોકી અને માર મારવાની ઘટના બનવી ન જ જોઈએ, આ ઘટના અંગે રાજય સરકાર અને રેન્જ આઈ.જી. દ્વારા કડક પગલા ભરવા જોઈએ અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.