પોરબંદર
પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ચોક્કસ દુકાનોમાંથી જ સ્કૂલ સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવા ફરજ પાડતી અમુક ખાનગી શાળાઆે વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન આેફ ઈન્ડીયાના જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા જિલ્લા શિક્ષણ અધીકારીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે પોરબંદર જીલ્લામાં ઘણા પ્રમાણમાં ખાનગી શાળાઓ આવેલી હોય, ઘણી એવી શાળાઓ પણ છે જ્યાં વાલીઓને ના પરવડે એટલી ફી તેમની પાસે વસુલવામાં આવતી હોય છે. આ બાબતે વાલીઓના ફરિયાદ મુજબ વારંવાર ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરાવામાં આવી છે છતાં પણ અમુક સમય બાદ ફરી હતી એ જ સ્થિતિ નું નિર્માણ થાય છે. હાલ વાર્ષિક પરીક્ષાઓ પુરી થઇ છે અને વિદ્યાર્થીઓ નવા સત્રમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે ઘણી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને પોતાની નિર્ધારિત દુકાન કે સ્ટેશનરી માંથી બધું લેવા ફરજ પાડવામાં આવતી હોય છે.. પોરબંદરની ખાનગી શાળાઓ દ્વારા જયારે વિદ્યાર્થી એડમીશન લઇ રહ્યો હોય ત્યારે તેમની શાળાને લગતી જેવી કે સ્કુલ ડ્રેસ, પુસ્તકો, નવનીતો,સ્વાધ્યાયપોથી વગેરે જેવી વસ્તુઓ શાળા દ્વારા જે નક્કી કરવામાં આવેલ હોય તે જ દુકાનમાંથી લેવાનો આગ્રહ કરતા હોય છે, જેમના ભાવો વાલીઓને પરવડે તેમ ના હોવા છતાં તેમને ત્યાંથી લેવાની ફરજ પાડવામાં આવતી હોય છે, વાલીઓની ફરિયાદ મુજબ આ બાબત એન એસ યુ આઈ ના ધ્યાનમાં આવતા આવેદનરૂપે રજૂઆત કરી છે અને જેટલી પણ આવી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફરજ પાડવામાં આવે છે તેમની સામે તાત્કાલિક ધોરણે કોઈ પગલા લઇ તેમને નોટીસ ફટકારવામાં આવે અન્યથા વાલીઓને સાથે રાખી અમોને આવી સ્કૂલો સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ આપી છે
આ આવેદનપત્ર પાઠવતી વખતે કિશન રાઠોડ ઉપરાંત સુરજ બારોટ, હર્ષિત ચાવડા, યશ ઓઝા , કેવલ જગતીયા, રાજ વાજા, શ્યામ ધોકીયા સહિત એન.એસ.યુ.આઈ. ના કાર્યકરો જોડાયા હતા.