હડકાયા કુતરા નો ભોગ બનેલા રાણાભાઇ કોડીયાતર

પોરબંદર
પોરબંદર ના ઘેડ પંથક ના કડછ ગામે આજે સવાર થી એક હડકાયા કુતરા એ આતંક મચાવ્યો હતો અને બપોર સુધી માં દસ લોકો ને કરડતા તમામ ને પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
પોરબંદર ના ઘેડ પંથક માં આવેલ કડછ ગામે પ્લોટ વિસ્તાર માં આજે સવાર ના સમયે એક કુતરું હડકાયું થતા આતંક મચાવ્યો હતો અને સૌ પ્રથમ રામ સવદાસ કુછડીયા(ઉવ ૩૪) ને બટકું ભરી લેતા તેને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ એક પછી એક વધુ નવ લોકો ને કરડ્યું હતું જેમાં રેખાબેન રમેશભાઈ કડછા (ઉવ ૨૭),કાનાભાઈ ભીમાભાઇ કડછા (ઉવ ૬૫)રમેશ ઉકા ઠાકોર (ઉવ ૩૭),લીલાભાઈ ગાંગાભાઇ કડછા (ઉવ ૫૨)લખમણ દેવદાસ (ઉવ ૪૦)રાણાભાઇ રમેશભાઈ કોડીયાતર (ઉવ ૬૫)તથા અન્ય બે મળી કુલ દસ જેટલા લોકો ને કરડ્યું હતું જેથી તમામ ને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડાયા હતા બનાવ ના પગલે સમગ્ર વિસ્તાર માં ભય નો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યા માં સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા અને હડકાયુ થયેલ કુતરું વધુ લોકો ને ભોગ બનાવે તે પહેલા તેનું મોત નીપજાવ્યું હતું