પોરબંદર
પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે CAPF દ્રારા પોરબંદરથી દિલ્હી રાજઘાટ સુધીની સાયકલ રેલીને આજે પોરબંદર ચોપાટી ખાતેથી કેન્દ્રિય ગૃહ રાજય મંત્રીશ્રી જી.કિશન રેડ્ડીએ અને રમત-ગમત યુવા સાંસ્કુતિક મંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ રેલી ગુજરાત, રાજસ્થાન, હરીયાણા અને દિલ્હી એમ ચાર રાજયો પસાર કરી તા. ૨ ઓકટોબરના રોજ રાજઘાટ ખાતે પહોંચશે.
પૂ. ગાંધીબાપુના જીવનમૂલ્યો સત્ય, અહિંસા, સ્વચ્છતાના સંદેશાને જન-જન સુધિ પહોંચાડવા સાથે ડ્રગના દુષણ સામે યુવાનોને જાગૃત કરવા આયોજીત આ રેલીને પ્રસ્થાન કરાવી કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, ગાંધીજીએ આરામનું જીવન છોડી દેશની આઝાદી માટે જીવન સમર્પીત કર્યું હતું. બાપુ સ્વચ્છતા, અહિંસાનાં પુજારી અને વ્યસનના વિરોધી હતા.
મંત્રીશ્રી જી.કિશન રેડ્ડીએ જણાવ્યુ કે, ગાંધીભૂમિમાં પધારીને હું ગર્વ અનુભવુ છું, ત્યારે આ સાયકલ રેલી પૂજ્ય બાપુનાં કરૂણા અને અહિંસાના વિચારો વિશ્વના ખુણે-ખુણે પહોંચાડશે. ૧૩૦૦ કિ.મી. લાંબી આ રેલીમાં BSF, CRPF, CISF, ITBP, SSB, NSG અને આસામ રાઇફલનાં ૫૦૦ જવાનો સહભાગી થયા છે તે તમામને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
મહામાનવ ગાંધીજીના વિચારો આજે પણ ૨૧ મી સદીમાં એટલાંજ પ્રસ્તુત છે, તેમ જણાવી શ્રી રેડૃીએ બાપુના પાંચ સ્તંભ સન્માન, સ્વિકૃતિ, પ્રશંસા, કરૂણા અને સમજ થકી દુનિયામાં બદલાવ લાવી શકાશે. તથા નશા ખોરીનાં દુષણને નાબુદ કરવા આ રેલી મહત્વની પુરવાર થશે. ઉપરાંત પ્લાસ્ટિક વિરૂધ્ધ અભિયાન તથા ખુલ્લામાં શૌચ મુક્તિ તથા સ્વચ્છતા જ સેવા અભિયાન ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરાશે.
કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ભારતને શકિતશાળી બનાવવા હંમેશા ગુજરાતે નેતૃત્વ પુરૂ પાડીયુ છે, ગાંધી બાપુએ આઝાદી અપાવી તો સરદાર પટેલે દેશનું એકીકરણ કર્યુ. અને આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જન્મુ કાશ્મીરમાંથી ૩૭૦ કલમ દુર કરી તમામ કસર પુરી કરી છે.
મહાત્મા ગાંધીની જન્મભૂમી પર પધારેલા શ્રી જી.કિશન રેડ્ડી ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, પોરબંદરનાં સાંસદશ્રી રમેશ ધડુક, ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલલા કલેકટરશ્રી ડી.એન.મોદીએ સવારે ૯ કલાકે સૌપ્રથમ ગાંધી જન્મ સ્થળ કિર્તી મંદિર મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક બાબતોના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ કે, ગાંધીજીનું જીવન વિશ્વ માટે આદર્શ છે. માનવથી મહામાનવ સુધીની બાપુની સફર આપણા માટે પ્રેરણાદાયી છે. બાપુનો જીવન સંદેશ યુવાનો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે આ સાયકલ રેલી સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે આઇ.જીશ્રી સુરેન્દ્ર પવારે સ્વાગત પ્રવચન, આભાર વિધિ આઇ.જી.શ્રી જી.એસ.મલિકે કાર્યક્રમનુ સંચાલન કમાન્ડન્ટશ્રી દિનેશ મુર્મુએ કર્યુ હતુ. આ તકે BSFનાં IG ટ્રેનિંગ શ્રી પી.કે.જોષી, જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડાશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી વિક્રમભાઇ ઓડેદરા, અધિક જિલ્લા કલેકટરશ્રી એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારશ્રી બાટી સહિતના વહિવટીતંત્રનાં અધિકારીશ્રીઓ પેરામીલીટર ફોર્સનાં અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
દિલ્હી રાજઘાટ સુધી ૧૩૦૦ કિ.મીની સાયકલ રેલીમાં ભાગ લઇ રહેલા CISF નાં જવાન પ્રદીપ કુમારે જણાવ્યુ કે, બાપુનાં વિચારને ફેલાવવા આ રેલીમાં જોડાવાની તક મળી એટલે ખુશી અનુભવુ છું દિલ્હી રાજઘાટ સુધી યોજાનાર રેલીમાં ૨૨ હોલ્ટ છે. સાથે સાથે જમવાની, આરોગ્યની ટીમ સહિતની પ્રાથમિક સુવિધા છે.
CISF ના જવાન જીતેન્દ્ર કુમાર શાહે જણાવ્યુ કે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઇને દિલ્હી રાજઘાટ સુધી આ રેલી પહોંચશે. લોકોને અહિંસા અને સત્યનો સંદેશ પહોંચાડવો છે. તથા નશાખોરી નાબૂદી માટે લોકો જાગૃત થાય તે ખુબ જ જરૂરી છે.
આસામ રાયફલમાં ફરજ બજાવતા અમદાવાદનાં પ્રશાંત પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે, બાપુનો સંદેશો લઇને હું દિલ્હી રાજઘાટ સુધીની સાયકલ રેલીમાં જોડાયુ છું. લોકો સ્વચ્છતા રાખે તે ખાસ જરૂરી છે.

જુઓ આ વીડિયો