પોરબંદર
પોરબંદર શહેર માં ઉગતા કલાકારો ને પ્રોત્સાહન મળે તે માટે ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ દ્વારા શહેર ની આર્ટ ગેલેરી ખાતે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ના ૮૧ જેટલા નવ યુવાન કલાકારો એ એક થી એક અદભુત ચિત્રો દોરી અને પોતાની કળા દર્શાવી હતી.

પોરબંદર શહેર માં કળા ક્ષેત્રે અનેક ઉગતી પ્રતિભા પાંગરી રહી છે. આવી પ્રતિભા ને યોગ્ય પ્લેટફોર્મ મળે અને વધુ ને વધુ પોતાની કળા માં આગળ વધી શકે. ઉપરાંત હાલ માં ચાલી રહેલા વેકેશન ના સમય ઓ સદુપયોગ કરી શકે તે માટે પોરબંદર ના ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ દ્વારા પોરબંદર નગરપાલિકા સંચાલિત મહારાણા શ્રીનટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ગઈ કાલે તા.15.05.2019 ના રોજ જુનિયર આર્ટિસ્ટ માટેના એક વર્કશોપ નું આયોજન કર્યું હતું જેમાં શહેરના ધોરણ 8 અને તેનાથી ઉપરના કુલ 81 જુનિયર આર્ટિસ્ટ દ્વારા મનપસંદ એક્રેલીક કલરથી અદભુત ચિત્રો બનાવ્યા હતા. ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રમુખ બલરાજભાઈ પાડલિયાએ દીપ પ્રાગટ્ય કરી પેઇન્ટિંગ વર્કશોપ ખુલ્લો મુક્યો હતો . આ સમયે ઇનોવેટિવ ગ્રૂપના આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર,કરશન ઓડેદરા,દિનેશ પોરિયા,દિપક વિઠલાણી, સમીર ઓડેદરા,ધારા જોશી,વાલીબેન મોઢવાડીયા,ક્રિષ્ના ટોડરમલએ આ વર્કશોપ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દરેક જુનિયર આર્ટિસ્ટને પેન્સિલ,બ્રશ, એક્રેલીક કલરસેટ, કાગળ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા .આ સમયે દોરાયેલ પેઇન્ટિંગ માંથી ટોપ 10 પેઇન્ટિંગને મોમેન્ટો તથા દરેકને સર્ટિફિકેટ સલેટ સી ફૂડ દ્વારા  તા.18.05.2019 શનિવારે સાંજે 6.00 વાગ્યે આપવામાં આવશે.આ વર્કશોપ માં શહેર ના નવ યુવાન કલાકારો એ મોટી સંખ્યા માં ભાગ લેતા ઇનોવેટીવ ગ્રુપ ના સીનીયર આર્ટિસ્ટ દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.