પોરબંદર
પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક લુખ્ખા તત્વો ધારાસભ્ય કાંધલ જાડેજાના નામે લુખ્ખાગીરી કરીને અને લોકોને ધાકધમકી આપીને હેરાન-પરેશાન કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદો ખુદ ધારાસભ્યના ધ્યાને આવી છે ત્યારે તેમણે આવા લુખ્ખાઓને ઉઘાડા પાડવા તથા તેની માહિતી તેમના સુધી પહોંચાડવા અથવા પોલીસ ફરિયાદ કરવા પણ જણાવ્યું છે.
રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાઠવેલ યાદી પ્રમાણે તેમના ધ્યાને એવી બાબત આવી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ચોકકસ ટોળકી સક્રિય થઇ છે, જેઓ “અમે કાંધલ જાડેજાના માણસો છીએ, તમારે સલામત રહેવું હોય તો પ્રોટેકશન મની પેટે આટલા રૂપિયા આપવા પડશે , “તમારે તમારા મકાન અને જમીન વહેંચવા હોય તો અમને કમીશન આપવું જપડશે, એટલું જ નહીં પરંતુ વરસો થી ભાડે રહેતા લોકો ના મકાનો અને વ્યવસાય સ્થાનો ખાલી કરાવવા પણ ધારાસભ્ય કાંધલ ના નામે ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. આટલું ઓછું હોય તેમ સોની વેપારીઓ સહીત કન્સ્ટૂકશનના વ્યવસાય સાથે સંકળાયેલાઓને પણ ધારાસભ્યના નામે ધમકાવી ને પ્રોટેક્શન મની માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.કાંધલ જાડેજા એ એવું પણ જણાવ્યું છે કે આવા લુખ્ખાતત્વો પૈસા
પડાવવાની કે મારા નામે ધાકધમકી આપે તો આવા શખ્શો ને ખુલ્લા પાડવા મારો ગમે ત્યારે સંપર્ક સાધી શકે છે, એટલું જ નહીં પરંતુ પોલીસ ફરિયાદ પણ નોંધાવીને દાદાગીરી કરનારાઓની શાન ઠેકાણે લાવવા અને કાયદેસર કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું છે કે, મારા નામે ફોનમાં કે રૂબરૂ ધમકી આપનારાઓના ફોટા કે વિડીયો . મોબાઇલમાં રેકોર્ડીંગ કરીને પણ મને આપી શકે છે તેથી આ રીતે નિર્દોષ લોકોને ધમકાવનારાઓ સામે તંત્ર કડક કાર્યવાહી કરી શકે. માત્ર પોરબંદર શહેરમાં જ નહીં પરંતુ જીલ્લાના ગ્રામ્યપંથકમાં તે ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા,જામનગર સહિત અમદાવાદ અને સૌરાષ્ટ્ર ,ગુજરાતના મોટા શહેરોમાં પણ કાંધલ ના નામે લોકોને ડરાવાતા હોવાનું અથવા તેના નામે પૈસા પડાવાતા હોવાની ફરિયાદો આવે છે તેથી સ્પષ્ટ પણે હું જણાવું છું કે, મારા નામે કોઈ પણ આ રીતે દાદાગીરી કરે, પૈસા માંગે, ધમકાવે, જમીન-મકાન પચાવી પાડવાની કોશીષ કરે તો ગમે ત્યારે મો.નં ૯૦૯૯૯ ૦૫૦૫૦ કે ઓફીસના ફોન નં. ૦૨૮૬-૨૨૧૧૧૫૦ ઉપર સંપર્ક સાધી શકે છે.