કુતિયાણા
કુતિયાણા પંથક ની જીવાદોરી સમાન ભાદર નદી ૩૪ વરસ બાદ આ વખતે ખાલીખમ નજરે ચડે છે જેને લીધે સમગ્ર કુતિયાણા પંથક માં લોકો માં ચિંતા ની લાગણી જોવા મળે છે મેઘરાજા ને રીઝવવા માટે અને ભાદર નદી ફરીથી છલકાતી થાય તે માટે પસવારી ગામની બહેનો એ ભગવાન શિવ નો મહા અભિષેક કર્યો હતો
સમગ્ર ગુજરાત માં સારો એવો વરસાદ વરસ્યો છે પરંતુ હજુ પોરબંદર પંથક માં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી.કુતિયાણા પંથક ની જીવાદોરી સમાન ભાદર નદી ૩૪ વરસ પછી આ વખતે સંપૂર્ણ ખાલીખમ નજરે ચડે છે જેને લઇ ને ગ્રામજનો માં પણ ચિંતા ની લાગણી જોવા મળે છે આથી આજે કુતિયાણા ના પસવારી ગામની મહિલાઓ દ્વારા ભગવાન શિવજી ને મહા અભિષેક કરાયો હતો જેમાં ગામની મહિલાઓ એ ગામના ચોરે સવારે રામ મંદિરે પૂજા આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ શાસ્ત્રીઓ દ્વારા શિવમંદિર ખાતે ભગવાન ના ૧૦૦૮ જપ કરાયા હતા અને ત્યાર બાદ ગામની ૧૦૮ મહિલાઓ એ પાણી ના બેડાઓ હાથ માં લઇ વાજતે ગાજતે ગામની પ્રદક્ષિણા કરી હતી અને ભગવાન શિવ ને મહા અભિષેક કર્યો હતો અને એવી પ્રાર્થના કરી હતી કે પંથક ની જીવાદોરી સમાન ભાદર નદી ફરી થી બે કાંઠે વહેતી થાય તેટલો વરસાદ વરસે મહિલાઓ એ એવી પણ પ્રાર્થના કરી હતી કે ભલે ભારે વરસાદ ના કારણે ઘેડ પંથક માં વરસાદ ના પાણી ફરી વળે અને પાંચ દિવસ સુધી ભૂખ્યા રહેવું પડે તો પણ મંજુર છે પરંતુ સારો વરસાદ થાય તો તેના પાણી વડે તેઓ શિયાળુ પાક સારો એવો લઇ શકે.ઘેડ ની ખમીરવંતી પ્રજા સમગ્ર વિસ્તાર રકાબી જેવો હોવાથી દિવસો સુધી પુર ના પાણી ઓસરતા ન હોય તેવા વાતાવરણ માં રહેવા ટેવાયેલી છે પરંતુ દુષ્કાળ ના કારણે સમગ્ર વિસ્તાર ના લોકો ની હાલત કફોડી બની છે અને દર વરસે બે કાંઠે વહેતી ભાદર નદી ૧૯૮૬ ના દુષ્કાળ ના સમય માં ખાલીખમ થઇ હતી ત્યાર બાદ હમેશા તેમાં પાણી જોવા મળતું હતું પરંતુ આ વખતે ૩૪ વરસ બાદ ફરીથી નદી ખાલીખમ નજરે ચડે છે