પોરબંદર
કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના ગામડાઓમાં સતત એક માસથી વરસાદ પડતા તેમજ ઉપરવાસ પણ ભારે વરસાદને કારણે ડેમો પણ ઓવરફ્લો થતાં તે પાણી અને વ્યાપક પ્રમાણમાં પડેલા વરસાદી પાણીને લીધે તમામ નદી-નાળાઓ મા પુર ના પાણી આવતા તે પાણી ગામડાઓમાં તેમજ વાવેતર કરેલા પાકો ઉપર ફરી વળતા આ ભયંકર પૂરના પ્રકોપથી ઉભી થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા વિવિધ પ્રકારના નુકસાન તેમજ અન્ય પ્રશ્નો સાંભળવા અને મદદરૂપ થવા માટે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ તેમના મતવિસ્તારના ગામડાઓની મુલાકાત લઈ અસરગ્રસ્તો ના ગામડાઓ ચૌટા વાંકે રોઘડા,ગોકરણ,ચૌટા,માંડવા, અને થેપડા ગામોના ખેડુતો – લોકોના પ્રશ્નો જાણ્યા હતા
ત્યારે ખેડૂતો તેમજ લોકો તરફથી મળેલા પ્રશ્નોમાં મુખ્યત્વે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા અને તૈયાર થયેલા મગફળી, કપાસ તેમજ અન્ય પાકો નું સંપૂર્ણ ધોવાણ અને કુતિયાણા – પસવારી રોડ વચ્ચે બેઠા પુલિયા ને આડે ગેરકાયદેસર સિમેન્ટ-કોંક્રિટ ની કરેલી દિવાલ થી જમીન નું ધોવાણ થયેલ છે ત્યારે વ્યાપક પ્રમાણે નુકસાની થઈ છે તે નુકશાનની ને લઇને તાત્કાલિક સર્વે કરી પાકવિમો અપાવવા માટે ની રજુઆતો કરેલ હતી તેમજ પી.જી.વી.સી.એલ. ને લગતા પ્રશ્નો હતા તેવા પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરેલ હતા. વિસ્તારનાં પ્રવાસ દરમ્યાન પ્રશ્નો જાણવા અને તમામ પ્રશ્નો ના નિરાકરણ ની ખાત્રી આપવા બદલ આ તમામ ગામોના સરપંચો,આગેવાનો ,કાર્યકરો હાજર રહી ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા નો આભાર માન્યો હતો

જુઓ આ વિડીયો