પોરબંદર
રાણાવાવ ના એક યુવાન ની કુતિયાણા ના કોટડા ગામ નજીક હાઇવે પર બે શખ્શો એ હત્યા નીપજાવી છે.પોલીસ ની પ્રાથમિક તપાસ માં મૃતક યુવાને ૬ માસ પહેલા તેના પડોશ માં રહેતી એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે મનદુઃખ માં મૃતક યુવતી ના પિતા સહીત ના બે શખ્શો એ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
રાણાવાવ ના નાગકા પ્લોટ વિસ્તાર માં રહેતો અને રાજકોટ ખાતે કાર નું ડ્રાઈવિંગ કરતો અલ્પેશ દેવા સોંદરવા (ઉવ ૨૫)નામનો યુવાન આજે તેનું બાઈક લઇ અને રાણાવાવ થી કુતિયાણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે કોટડા ગામ નજીક એક કારે તેનો પીછો કરી અને અડફેટે લીધો હતો. આથી અલ્પેશ નીચે પટકાયો હતો અને ઉભો થાય તે પહેલા કાર માં થી બે શખ્શો વિરમ મેપા પાંડાવદરા તથા મનસુખ મુરુ શીંગરખિયા નીચે ઉતર્યા હતા. અને અલ્પેશ પર લોખંડ ના પાઈપ અને ધોકા વડે હુમલો કરી તેનું માથું ફાડી નાખ્યું હતું. અને ત્યાર બાદ બન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બનાવ ના પગલે હાઇવે પર વાહનો ના ખડકલા થઇ ગયા હતા. બનાવ ની જાણ થતા કુતિયાણા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પોલીસ ની કાર્યવાહી ના પગલે હાઇવે પર જ ત્રણ કલાક સુધી મૃતદેહ રઝળતો પડ્યો હતો. મૃતક અલ્પેશે છ માસ પહેલા જ તેના પડોશ માં રહેતા વિરમ ની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે વિરમ ને પસંદ ન હોવાથી તેણે આ હત્યા નીપજાવી હોવાનું પોલીસ ની પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે અને બન્ને આરોપીઓ પણ હાથવેંત માં જ હોવાનું જાણવા મળ્યું છે

મૃતક યુવાન ની ફાઈલ તસ્વીર