તસ્વીર -નાગેશ પરમાર,કુતિયાણા

નાગેશ પરમાર,કુતિયાણા
કુતિયાણા શહેર વિકાસના ક્ષેત્રએ હરણફાળ ભરી રહ્યુ છે. પરંતુ શહેરમાં લોકો ના સ્વાસ્થ્ય માટે જીમ ન હતું. આથી કુતિયાણાવાસીઓ ની લાગણી ને ધ્યાને લઇ કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા દ્વારા સરકારમાં ધારદાર રજૂઆત કરી અને લાખો રૂપિયાના ખર્ચે જિમ મંજુર કરાવ્યું હતું જેમાં જિલ્લા રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી કુતિયાણા ના કસ્ટમચોક ખાતે આવેલી જૂની નગરપાલિકામાં રીનોવેશન કરી અને તે જગ્યાએ સરકાર દ્વારા આપવામાં આવેલ લાખો રૂપિયાના સાધનો મુકવામાં આવ્યા હતા અને પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે કુતિયાણા શહેર ના યુવાનો તેમજ આસપાસના ગામડાના લોકો ને ઉપયોગી થાય તેમજ સરકાર દ્વારા આર્મી, નેવી, પોલીસ, ફોરેસ્ટ,જેવા વિવિધ વિભાગો માં અનેક ભરતી ઓ બહાર પાડવા માં આવે છે અને ભરતીમાં જવા માટે યુવાનો કેટલાક રૂપિયા ખર્ચી અને બહાર જીમમાં જાય છે ત્યારે કુતિયાણા તાલુકાના અને આસપાસ ના ગામોના યુવાનો ને રૂપિયા ખર્ચી અને બહાર ન જવું પડે તે માટે કુતિયાણા નગરપાલિકા એ રમત-ગમતની ગ્રાન્ટ ફાળવી અને કુતિયાણા ખાતે જીમ બનાવવામાં આવ્યું હતું અને તે જિમ નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા ના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, ડેપ્યુટિક કલેકટર એ.જે. અંસારી અને રમત-ગમત ક્ષેત્રના અધિકારીઓ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સભ્યો, મામલતદાર અને નગરપાલિકા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઢેલીબેને જણાવ્યું હતુંકે આ જીમની ફી માત્ર 100 રૂપિયાજ રાખવામાં આવી છે જેથી કોઈ ની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે પણ આ જિમ નો લાભ લઈ શકે છે આ જિમ ચાલુ થતા જ યુવાઓએ આવકાર્યું હતું અને આવતી કાલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલુ થઈ જશે. હાલતો આ જિમ માત્ર પુરુષો માટે જ ચાલુ છે પરંતુ ટૂંક સમયમાં મહિલા જિમ ટ્રેનર મળી જશે એટલે મહિલા માટે પણ જિમ ચાલુ કરવામાં આવશે.