પોરબંદર

દેશ માં પર્યાવરણ જાગૃતિ ના સંદેશ સાથે કલકતા થી દેશભર ની બાઈક યાત્રા પર નીકળેલ દંપતી આજે પોરબંદર ખાતે આવી પહોંચ્યું હતું અને અહી વિવિધ સંસ્થાઓ ની મુલાકાત લઇ અને પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશ આપ્યો હતો

કહેવાય છે કે “પ્રકૃતિ આપણી જનેતા છે અને આપણે સૌ પ્રકૃતિ ના બાળ”. પ્રકૃતિ નું જતન કરવું આપણી ફરજ છે. આ જ વાક્ય ને યથાર્થ કરતા કલકતા થી સમગ્ર ભારત માં ભ્રમણ કરતા રથીન દાસ અને તેમના પત્ની ગીતાંજલિ એ પોરબંદર આવી પહોંચ્યા હતા. તેઓ નો ઉદેશ પર્યાવણ નું જતન અને પ્રાણીઓના રહેઠાણ બચાવવા નો છે. પોરબંદરની પ્રખ્યાત કીડઝે પ્રિ સ્કૂલ ખાતે તેઓ નાના વિધાર્થીઓ ને મળ્યા હતા અને પર્યાવરણ નું જતન કરવા બાબતે નાના બાળકો ને માહિતગાર કાર્ય હતા. કીડઝિ સ્કૂલ ના પ્રિન્સિપાલ ઝાલા ના માર્ગદર્શન હેઠળ કીડઝી ઇકો ક્લબ ની શરૂઆત કરી હતી. જેના ભાગ રૂપે વિધાર્થીઓ અને રથીન દાસે સાથે મળી ને સ્કૂલમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના તમામ વિદ્યાર્થોને સંબોધ્યા હતા. પૃથ્વી પર રહેતી અન્ય જીવ શ્રુષ્ટિ અને તેનું મનુષ્યો સાથે સંકલન બાબતે વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા હતા. સાથે સાથે પર્યાવરણને પ્લાસ્ટિક થી થતી ભયંકર અસરો વિષે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓ ને પ્લાસ્ટિક નો ઉપયોગ નહિવત કરવા અંગે શપથ લેવડાવ્યા હતા. ભારત દેશ મા પર્યાવરણ ની જાળવણી ના સંદેશ સાથે કલકતા થી બાઈક દ્વારા સમગ્ર દેશમાં વિવિધ રાજ્યો મા જાગૃતતા સાથે નીકળેલ યુવા દંપતી રથિન દાસ અને ગીતાંજલી દાસે ત્યાર બાદ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર ના પ્રજ્ઞાચક્ષુ વિધાથીઁઓ ની મુલાકાત કરી હતી.તેઓએ સંસ્થા ના શુધ્ધ વાતાવરણ અને વૄક્ષો જોઇ ખુબ ખુશી વ્યકત કરી..અને બે કલાક જેટલી સમય વિધાથીઁઓ સાથે પસાર કરી પર્યાવરણ ની જાળવણી ની અનેક વાતો કરી પોતાના અનુભવો જણાવ્યા હતા

ત્યાર બાદ તેઓ પોરબંદર માં આવેલ રોયલ એનફિલ્ડ ના ડીલર કૈલાશ મોટર્સ ની મુલાકાતે ગયા હતા અને અહી રોયલ રાઈડર્સ ક્લબ ના સભ્યો દ્વારા અને કૈલાશ મોટર્સ વતી સૂર્યદીપસિંહ વિજયસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .