પોરબંદર

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર દ્વારા ભોદ અને ધરમપુર ખાણ વિસ્તારના ગરીબ કુટુંબોને અનાજ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વ. રમાબેન પ્રાણજીવન થાનકીના સ્મરણાર્થે શ્રીમતિ હંસા છેલશંકર જોષીના આર્થિક સહયોગથી ૩૨૦ કુટુંબો પૈકી દરેકને ૧૦ કિલો ઘઉં તથા ૪ કિલો ખીચડી નું વિતરણ કરાયું હતું , અને તે સાથે બાળકો માટે ચોકલેટ, ફળો, રમકડાં અને આંકની ચોપડી તથા પોરબંદર ડીસ્ટ્રીક્ટ બ્રાંચ ખાતે એકત્ર થયેલા કપડા નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કેમિકલ્સના ખાણવિસ્તારોની ઓફીસના અધિકારીઓ રાવ , શ્રીવાસ્તવ,પ્રસાદ, મગનભાઈ મોઢા અને અન્ય તમામ સ્ટાફના ભરપુર સહયોગ થી સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે કાર્ય પાર પાડી શકાયું હતું . વિતરણ કાર્ય પૂર્વે પોરબંદર જીલ્લા ક્ષય કેન્દ્રના ડીસ્ટ્રીક્ટ ટી. બી. ઓફિસર ડો. સીમાં પોપટિયા તથા કો ઓર્ડીનેટર મયુર ગાગલીયા દ્વારા ટી. બી. ના કયા લક્ષણો હોય, ટી બી. થી કેવી રીતે બચી શકાય, ટી. બી.ની કેવી સર કારી સારવાર ઉપલબ્ધ છે વગેરે બાબતો અંગે વિષદ માહિતી આપી સ્થળ પર જ તપાસ યોજવામાં આવી હતી તથા વિતરણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા . ચેરમેન ડો. સી. જી. જોષી અને સેક્રેટરી અકબરભાઈ સોરઠિયા દ્વારા મેનેજ થયેલા આ કાર્યક્રમમાં રામભાઈ ઓડેદરા, હંસાબેન જોષી, ભરત દાસા, પ્રકાશ જોષી, કમલેશ કોટેચા અને દિવ્યેશ માંડવીયા વગેરેએ ઉપસ્થિત રહી વિતરણ કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.હરીશ પ્રાણજીવન થાનકી એ વિનામુલ્ય ટ્રાન્સપોર્ટ સેવા ઉપલબ્ધ કરાવી હતી. કુણાલ ટ્રેડર્સનો પણ નોંધપાત્ર સહકાર મળ્યો હતો.સંસ્થાના ઉપપ્રમુખ ડો. જનકભાઈ પંડિતે કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા .